ક્રાઈમ બ્રાંચે ખૂંખાર કંજર ગેંગની બે મહિલાઓ સહિત છ સભ્યોને ઝડપી પાડ્યા

: વહેલી સવારે લોકોના ખુલ્લા ઘરમાં ધૂસી મોબાઈલ અને ચીજવસ્તુઓની ચોરી કરી લેતી કંજર ગેંગને ઝબ્બે કરવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. તેમાં 4 મહિલા અને 2 પુરુષની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ પાસેથી પોલીસને 3.35 લાખ રૂપિયા રોકડા તથા 51 મોબાઇલ ઝબ્બે કર્યાહોવાની વિગત જાણવા મળી છે. આ ગેંગ દ્વારા કરવામાં આવી રહેલી ચોરીના સીસીટીવી ફૂટેજ પણ ક્રાઇમ બ્રાન્ચને મળી આવ્યા છે. દરમિયાન ગુજરાત રાજયના વડોદરા , અમદાવાદ , સાણંદ , હાલોલ, સુરત તથા મહારાષ્ટ્ર રાજયના મુંબઇ થાણે અને પુણેમાં વહેલી સવારે આ ગેંગ ખુલ્લા મકાનમાં ઘૂસીને બારીમાંથી મોબાઇલ ફોન તથા રોકડ રકમ અને અન્ય ચીજ વસ્તઓની ચોરી કરતી હતી. એક રાજયમાં ચોરી કરીને બીજા રાજયોમાં આ ગેંગ તે સામાન વેચી મારતી હોવાની વિગત જાણવા મળી છે. કંજર ગેંગ દ્વારા સવારના પાંચ થી સાત વાગ્યા દરમિયાનજ જે તે ઘરોની રેકી કરીને ચોરી કરવામાં આવતી હતી. તેમાં સવારના પાંચ થી સાત વાગ્યાના સમય દરમિયાન જે ઘર ખુલ્લા હોય તેવા ઘરોમાં મહિલાઓ પ્રવેશી જતી હતી. તેઓ ઘરમાં મોબાઇલ ફોન ચોરી કરવાનો લક્ષ્યાંક રાખતી હતી. દરમિયાન મોબાઇલ ત્યારબાદ જો મોકો મલેતો ઘરમાંથી રોકડ રકમ ચોરી લેતી હતી. આ ગેંગ ભીખ માંગવા નીકળતી હતી. તેમાં મહિલાઓ દ્વારા મોટા પ્રમાણમાં ચોરી કરવામાં આવતી હતી. આ ઉપરાંત ચોરીનો માલ તે કંજર ગેંગ જે મહારાષ્ટ્ર છે ત્યાં વેચવા માટે મોકલવામાં આવતો હતો. આ ઉપરાંત અન્ય રાજયોમાં રહેલી ગેંગો એક બીજાને ચોરીનો સામાન વેચવા મોકલતી હોવાની વિગત જાણવા મળી છે.ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ 51 મોબાઇલ આ ગેંગ પાસેથી પકડી પાડવામાં આવ્યા છે. તેમાં લોકોના ઘરમાંથી આ ફોન ચોરી કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં (1) અજય ઉર્ફે અહેમદ પપ્પુ રાડનટ ઉ. વર્ષ 31 (2) રવિ દેવા રાજનટ ઉ. વર્ષ 30, રહેવાસી નવાગામ કંરજવાડ ડીંડોલી રોડ મૂળ પાલી રાજસ્થાનનો (3) મનીયા તે દેવા વેરૂ રાજનટની વિધવા ઉ. વર્ષ 56, રહેવાસી નવાગમા , સંતોષી નગર ઝૂપડપટ્ટી રહેવાસી કંડરવાડ ડીંડોલી સંતોષીનગર ઝૂપડપટ્ટી (4) રાયન તે કનુ ભાટની પત્ની રહેવાસી સંતોષીનગર ઝૂપડપટ્ટી , ડીંડોલી (5) સલમા તે વિક્રમ રાજનટની વિધવા (6) હીના તે પ્રવિણ રૂમાલ રાજનટની પત્ની આ તમામ લોકો મૂળ રાજસ્થનાન પાલીના વતની હોવાની વિગત