સુરત ફાઇનાન્સ એસોસિયેશનનો રક્તદાન શિબિર

કર્મના સર્જક બનો તમે પણ રક્તદાતા બનો

સુરત ફાઇનાન્સ એસોસિયેશન દ્વારા એકાદશ: ભવ્ય રક્તદાન ઉત્સવ: નું 6 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે. શિબિરનું આયોજન રિંગરોડ સ્થિત અજંટા શોપિંગ સેન્ટરના એ અને બી વિંગના પાર્કિંગ પરિસરમાં થશે. શિબિરના મીડિયા પ્રભારી શ્રી સૌરભ પટાવરી એ જણાવ્યું હતું કે રક્તદાન શિબિર સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. આ વર્ષે 1000 યુનિટ થી વધુ નું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તમામ રક્ત દાતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે અને એક લાખ રૂપિયાની વ્યક્તિગત અકસ્માત વીમા પોલિસી પણ આપવામાં આવશે.

શિબિરમાં કાયમી રક્ત દાતાઓ ઉપરાંત નવા રક્ત દાતાઓને જોડવા માટે વિભિન્ન પ્રચાર માધ્યમોની મદદ લેવામાં આવી છે. જેવી રીતે કે શિબિર સ્થળની આસપાસ આવેલા માર્કેટમાં ડોર ટુ ડોર જાગરૂકતા અભિયાન, વિભિન્ન સમાજસેવી સંસ્થાઓ, કિન્નર સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત, થેલેસિમિયા ગ્રસ્ત બાળકો સાથે ચર્ચા, રિક્ષા અને ટેમ્પો યુનિયન ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત યુવક અને યુવતીઓ ને જોડવા માટે CA ઇન્ડિયાની ટેકસટાઇલ માર્કેટ CPE સ્ટડી સર્કલે આશ્વાસન આપ્યું છે. ઓનલાઇન રજીસટ્રેશન લિંક પણ અમારા 2300 ડેટા બેસ પર ઉપલબ્ધ છે. શિબિરને સફળ બનાવવા તમામ સભ્યો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.

પાછલા વર્ષોમાં આયોજિત રક્ત દાન શિબિરોમાં સંસ્થાના કર્મઠ સભ્યોના સંયુક્ત પ્રયત્નો અને સહકારથી ઉત્સાહ જનક યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. છઠ્ઠા વર્ષે 358, સાતમા વર્ષે 504, આઠમાં વર્ષે 453 (કોરોના કાળ), નવમા વર્ષે 1166 અને દસમા વર્ષે 627 યુનિટ રક્ત એકત્રિત થયું હતું.

સુરત ફાઇનાન્સ એસોસિયેશન સૌ રક્ત દાતાઓ નું હૃદય પૂર્વક અભિવાદન કરે છે.