કલામંદિર જ્વેલર્સે 18 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદ માં ગુજરાતના સૌથી મોટા શોરૂમનું ઉદઘાટન કરશે

કલામંદિર જ્વેલર્સ હવે અમદાવાદમાં…, 18 ઓક્ટોબરથી જ્વેલરીના ભવ્ય શોરૂમનો શુભારંભ

અમદાવાદ (ગુજરાત) [ભારત], 10 ઓક્ટોબર: અમદાવાદમાં દાગીના ના શોખીનો ને એક ભેટ મળવાની છે, કારણ કે ગુજરાતના સૌથી મોટા જ્વેલરી સ્ટોર - કલામંદિર જ્વેલર્સ, 18 ઓક્ટોબર, 2023ના રોજ તેના પાંચમા અને સૌથી ભવ્ય શોરૂમનું ઉદ્ઘાટન કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ભવ્ય પ્રસંગ  ગ્રાહકોને સમૃદ્ધિ અને હસ્ત કારીગરીની દુનિયામાં લઈ જવાનું વચન આપે છે, જ્યાં દરેક જ્વેલરી એક માસ્ટરપીસ છે.

અમદાવાદમાં . શ્રીધર એથેન્સ, નેહરુનગર બસ સ્ટોપ આંબાવાડી પાસે આવેલું સ્ટેટ ઓફ ધી આર્ટ જ્વેલરી શોરૂમ આકર્ષક વિશાળ 30,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. તે ગ્રાહકોને કાલાતીત સૌંદર્ય અને વૈભવતા ની મનમોહક સફર શરૂ કરવા માટે પ્રેરિત કરે છે, તેમને મંત્રમુગ્ધ કરી દે તેવી એક આકર્ષક જ્વેલરી અનુભવનું વચન આપે છે.

અમદાવાદમાં કલામંદિર જ્વેલર્સનું ભવ્ય ઉદઘાટન 18 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે થશે અને કંપનીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તે માત્ર એક ઇવેન્ટ નથી – તે હસ્ત કારીગરી, સુંદરતા અને જ્વેલરી ના કાયમી આકર્ષણની ઉજવણી છે.

કલામંદિર જ્વેલર્સ 37 વર્ષથી વધારે સમયનો સમૃદ્ધ વારસો ધરાવે છે. આ કહાણી વર્ષ 1986માં ગુજરાતના સૂરત નજીક આવેલા કોસંબા નામના અનોખા શહેરથી શરૂ થઈ હતી. અતૂટ દ્રઢ સંકલ્પ, જ્ઞાન અને દૂરંદેશી દૃષ્ટિકોણથી ભરપૂર પાંચ વ્યક્તિઓની ટીમે એક એવી સફર શરૂ કરી જે ભારતની અગ્રણી જ્વેલરી રિટેલ બ્રાન્ડની સ્થાપના તરફ દોરી જશે. તેમની સામાન્ય શરૂઆત 200 ચોરસ ફૂટથી વધુના એક નાનો સ્ટોરથી થઇ હતી.

આ વર્ષોમાં, કલામંદિર જ્વેલર્સે અસંખ્ય ગ્રાહકોનો વિશ્વાસ, વિશ્વસનીયતા અને વફાદારી હાંસલ કરી છે. બ્રાંડની વૃદ્ધિનો માર્ગ એક સિમાચિહ્નથી ઓછો રહ્યો નથી. આજે, કલામંદિર જ્વેલર્સ ગુજરાતની પ્રીમિયર રિટેલ જ્વેલરી બ્રાન્ડ તરીકે ઊભર્યું છે, જેમાં 1000 કરતાં વધુ સમર્પિત સ્ટાફ સભ્યો ગ્રાહકોને અસાધારણ સેવા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

કંપનીએ “રિશ્તા ડાયમંડ્સ, કિંગલી, ઈન્ડો-ઈટાલિયન, પુરૂષમ, પ્લેટિનમ અને સજધજ કે”  જેવી કેટલીક જાણીતી નેશનલ જ્વેલરી બ્રાન્ડ્સની પણ રજૂઆત કરી છે. આ બ્રાન્ડ્સે ગ્રાહકોના અતૂટ પ્રેમ અને સમર્થન સાથે કલામંદિર જ્વેલર્સને ગુજરાતના અગ્રણી રિટેલ જ્વેલરી ડેસ્ટિનેશન તરીકે મજબૂત રીતે સ્થાપિત કર્યું છે.

અમદાવાદમાં કલામંદિર જ્વેલર્સના નવા શોરૂમના દરવાજા 18 ઓક્ટોબરના રોજ ખુલી રહ્યા છે, તે ન માત્ર બ્રાન્ડના વિસ્તરણને જ નહીં, પણ શ્રેષ્ઠ જ્વેલરી, અદભૂત કારીગરી અને સમયથી પર, દરેક જ્વેલરી માં હસ્ત કારીગરીનો અનુભવ આપવાનું વચન પણ આપે છે.

https://www.kalamandirjewellers.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *