BNI દ્વારા આયોજિત ધી સુરત બિઝ ફેટનો દબદબાભેર આરંભ
પ્રથમ દિવસે અમોર ખાતે સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને રોકાણકારો એક મંચ પર આવ્યા
સુરત: BNI ગ્રેટર સુરત વિશ્વના ટોચના પ્રદર્શન કરનારા પ્રદેશોમાંનું એક છે. ત્યારે BNI દ્વારા Triyom Realty અને CRMONE ની સાથે મળી સુરતના આંગણે પહેલી વખત ધી સુરત બિઝ ફેટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજરોજ અમોર ખાતે દબદબાભેર પ્રારંભ થયો હતો. 26 મી માર્ચ સુધી આયોજિત બિઝ ફેસ્ટ ના પ્રથમ દિવસે ભારત સ્ટાર્ટઅપ ને સમર્પિત કરવામાં આવ્યો હતો. જેમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને રોકાણકારોને એક મંચ પર લાવવામાં આવ્યા હતા. સાથે જ પેનાલિસ્ટ સ્પીકર્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બિઝ ફેસ્ટ ની શરૂઆત BNI ગ્રેટર સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ગૌરવ સિંઘવીની વેલકમ સ્પીચ સાથે થઈ હતી. ત્યારબાદ 200 થી વધુ સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને 100 થી વધુ રોકાણકારોને એક મંચ પર લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કીનોટ સેશન યોજાયું હતું. જેમાં હેડ ઓફ પાર્ટનરશીપ સોલ્યુશન સ્ટાર્ટઅપ એન્ડ વેંચર કેપિટલ એટ ગૂગલ ઇન્ડિયા ના અપૂર્વા ચામારિયા અને Z ypp ઇલેક્ટ્રિકના કો ફાઉન્ડર આકાશ ગુપ્તાએ સ્ટાર્ટઅપ પર ઈકો સિસ્ટમ પર માહિતી આપી હતી. આ ઉપરાંત 18 જેટલા સ્પિકર્સ ના વિવિધ વિષયો પર સેશન યોજાય હતા. આ દરમિયાન સ્ટાર્ટઅપ નું પ્રેઝન્ટેશન પણ યોજાયું હતું.
ત્રણ દિવસમાં સુરત બિઝ ફેસ્ટ’માં 10,000+ થી વધુ વ્યાવસાયિક માલિકો, 500+ બિઝનેસ એન્ટિટી, (45+) સ્પીકર્સ ભાગ લઈ રહ્યા છે, 130 થી વધુ અગ્રણી પ્રદર્શકો, 200 થી વધુ સ્ટાર્ટઅપના સ્થાપકો અને લગભગ 40+ BNI ઈન્ડિયા રિજનના સહભાગીઓ સાથે એક પરફેક્ટ નેટવર્કિંગ ડેસ્ટિનેશન બની રહેશે. આ બિઝનેસ ફેસ્ટિવલનો ધ્યેય તમામ ઉદ્યોગોમાંથી સમગ્ર વ્યાસાયિક સમુદાયને પ્રદર્શક તરીકે ભાગ લેવા, નેટવર્ક, સહયોગ કરવા અને નવા અને ઉભરી રહેલા બિઝનેસ ટ્રેન્ડ વિશે જાણકારી આપવા માટે એકસાથે લાવવાનો છે. આમ કુલ મળીને 3 દિવસનો ઉદ્દેશ્ય કેન્દ્રિત અને વિકાસ કેન્દ્રિત નેટવર્કિંગ ઇવેન્ટ છે.
BNI ગ્રેટર સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ગૌરવ સિંઘવી, સુરત બિઝ ફેસ્ટના ચેરમેન અતુલ ગુપ્તા અને કો-ચેરમેન ધારા શાહ, સિદ્ધાર્થ ભટનાગર, અમાનત કાગઝી, ડૉ. કુણાલ પારેખ અને જીનય કાપડિયાની ઉપસ્થિતમાં આજરોજ સુરત બિઝ ફેસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.