BAFTA Breakthrough India ની ચતુર્થ વર્ષે પરતગી
● BAFTA Breakthrough એ આર્ટસ ચેરિટીની નેટફ્લિક્સ સાથેની ભાગીદારીમાં સૌપ્રથમ નવી પ્રતિભા પહેલ છે, જે ઉદ્યોગ બેઠકો અને વ્યાવસાયિક વિકાસ તકોના આખા વર્ષના પ્રોગ્રામ આપે છે
● યુએસ, ટુકે અને ભારત રિજ્યન્સ માટે હવે અરજીઓ ખુલી છે અને ભારતમાં 2 જુલાઇ 2024ના રોજ બંધ થશે.
● રુચિ નોંધાવા માટે મુલાકાત લો www.bafta.org/supporting-talent/breakthrough
સુરત : યુકેની સ્ક્રીન આર્ટસ માટેની અગ્રણી સખાવતી સંસ્થા BAFTA ભારતમાં ચતુર્થ વર્ષે નેટફ્લિક્સ સાથેની ભાગીદારીમાં તેના બ્રેકથ્રુ (Breakthrough) પ્રોગ્રામ સાથે પરત ફરી છે. BAFTA Breakthrough India દેશમાં ફિલ્મ્સ, રમતો અને ટેલિવીઝન ઉદ્યોગમાં હવે પછીની પેઢી અને પ્રતિભાશાળી વ્યાવસાયિકોને ઓળખી કાઢે છે અને ઉજવણી કરે છે. ચાલુ વર્ષ પણ બીજી વખત BAFTA Breakthrough પ્રોગ્રામ માટે અંકિત થયુ છે અને ભારત, યુએસ અને યુકે રિજ્યનમાં એક સાથે અરજીઓ ખુલ્લી મુકી છે.
BAFTAએ, તેની દોરવણી અને પ્રતિભા પ્રોગ્રામ દ્વારા દરેકને સમાવી લેતા પ્રોગ્રામની રચના કરવાની ક્રિયાને સતત રાખતા વિવિધ સર્જનાત્મક વ્યક્તિગતોને માર્ગદર્શન પૂરું પાડ્યુ છે જે Breakthroughને કાર્યના વિવિધ ક્ષેત્રે રહેલા અંતરાયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે, તેમના કૌશલ્યને વધુ ધારદાર બનાવે છે અને તેમની કારકીર્દીને વેગ આપે તેવા આંતરરાષ્ટ્રીય નેટવર્કનું સર્જન કરવા માટે સહાય કરે છે.
પ્રાપ્તિકર્તાઓ રૂબરુ ઉદ્યોગ માંધાતાઓ અને ગોળમેજી જૂથ સાથેની બેઠકનો ભાગ હશે. તેઓ તેમના વ્યવસાય અને સર્જનાત્મક કૌશલ્યને વિકસાવવા માટે વ્યાવસાયિક શિક્ષણ પણ પ્રાપ્ત કરશે. વધુમાં તેઓ BAFTAની તાલીમ, વિકાસ અને નેટવર્કીંગ ઇવેન્ટસમાં પ્રોગ્રામના સમયગાળા દરમિયાન એટલે કે 12 મહિનામાં ઍક્સેસ પણ મેળવી શકશે, તેની સાથે BAFTA સભ્યપદ મારફતે આખા વિશ્વમાં ઔદ્યોગિક સભ્યો સાથે નેટવર્કની તક મેળવશે. વધુમાં બ્રેકથ્રુને પીઆર આધારિત શોકેસ (નિદર્શન) પણ હશે.
BAFTAના લર્નીંગ ઇન્ક્લુઝન, પોલિસી અને મેમ્બરશિપના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર, ટીમ હંટરએ જણાવ્યું હતુ કે: “અમને એ કહેતા ખુશી થાય છે કે BAFTA Breakthrough India માટેની અરજીઓ ફરી ખુલી છે. નેટફ્લિક્સના ઉદાર ટેકાને કારણે આ પહેલ સાથે ભારતના ફિલ્મ, ટેલિવીઝન અને ગેઇમ્સ ઉદ્યોગમાં કામ કરતી શ્રેષ્ઠ સર્જનાત્મ પ્રતિભાના સમૂહની સંભાળ અમે લઇ શકીશુ અને તેમની પ્રતિભાનું ચાલુ વર્ષમાં પાછળથી અનાવરણ થનારા અમારા વૈશ્વિક સભ્યો સમક્ષ પ્રદર્શન કરી શકીશું.”
નેટફ્લિક્સ ઇન્ડિયાના કન્ટેન્ટના વાઇસ પ્રેસિડન્ટ મોનિકા શેરગીલએ જણાવ્યું હતુ કે: ” BAFTA Breakthrough India પ્રોગ્રામ નેટફ્લિક્સના ઉભરતા સર્જનાત્મક અવાજોને સક્ષમ બનાવવા અને તેમને વૈશ્વિક પ્રેક્ષકો સુધી લઇ જવા માટે સશક્ત બનાવવાના સ્વપ્ન સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. છેલ્લા ચાર વર્ષમાં શોધી કાઢવામાં આવેલી પ્રતિભાની વૈવિધ્યતા એ પ્રોગ્રામની પુષ્કળ સફળતાનું પ્રમાણ છે. અમે BAFTA સાથે અમો સહયોગ ચાલુ રાખતા ભારતીય સર્જનાત્મક અવાજની હવે પછીની પેઢીની સંભાળ રાખતા રોમાંચ અનુભવીએ છીએ.”
સિખ્યા એન્ટરટેઇનમેન્ટના સ્થાપક અને સીઇઓ, ફિલ્મ નિર્માતા અને Breakthrough Indiaના રાજદૂત ગુણીત મોંગા કપૂરએ જણાવ્યું હતુ કે: “છેલ્લા ત્રણ વર્ષની Breakthroughની આવૃત્તિના પૂરાવા પરથી જણાય છે કે ભારત અમર્યાદિત સર્જનાત્મક પ્રકિભા ધરાવે છે. આવી તક વિશે સાંભળ્યુ ન હતુ તેમાં ઍક્સેસ મળતા હું સફાળો જાગ્યો હતો. ચાલુ વર્ષના આ પ્રોગ્રામમાં અરજી કરવા માટે ફિલ્મ, ટેલિવીઝન અને ગેઇમ્સમા રહેલી સર્જનાત્મક વ્યક્તિઓની હવે પછીને પેઢીને હું ભારે પ્રોત્સાહન આપુ છુ. BAFTA Breakthrough અમારા ઉદ્યોગમાં યુવા પરિવર્તનકારોને અમૂલ્ય સ્ત્રોતો પ્રદાન કરે છે અને ચાલુ વર્ષના ભાગ લેનારા તેમના કૌશલ્યને વધુ શુદ્ધ બનાવવા માટે તકોનો કેવી રીતે લાભ ઉઠાવે છે તે જોવા માટે અને ભારતીય સ્ક્રીન ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે જાય છે તે જોવા હું ઉત્સુક છું.”
BAFTA Breakthroughના છઠ્ઠા વર્ષે મુખ્ય ભાગીદાર એવુ નેટફ્લિક્સ પોતાના વૈશ્વિક વિસ્તણ તરફે આંતરિક ટેકો આપવાનું ચાલુ રાખે છે. Breakthrough મારફતે BAFTA અને નેટફ્લિક્સ સંયુક્ત વિઝન શેર કરે છે જેથી વિશ્વભરમાં ઉભરતી પ્રતિભાઓ માટે તક પૂરી પાડી શકાય અને ઉજવણી કરી શકાય, તેમજ આંતરરાષ્ટ્રીય સમુદાયને એક સાથે વૈશ્વિક નેટવર્કસમાં લાવી શકાય, જેથી વિવિધ સંસ્કૃતિ તરફથી સ્ટોરી અને અવાજોને વિકસાવી શકાય અને ટેકો આપી શકાય.
BAFTA Breakthrough 2023માં પ્રતિબદ્ધ પ્રતિભાઓની સાક્ષી અનુભવાઇ હતી જેમાં અભિનવ ત્યાગીનો સમાવેશ થયો હતો જેઓ એક એડિટર છે અને તેમણે 2016માં ‘એન ઇસિગ્નીફિકન્ટ મેન’માં એડીટર, પોસ્ટ પ્રોડ્યૂસર અને ચિફ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યુ હતું. આ સમૂહના અન્ય એક સભ્ય શાર્દુલ ભારદ્વાજ હતા જેઓ એક અભિનેતા તરીકે સક્રિય રીતે કામ કરે છે. તેણે વિવેચકો દ્વારા પ્રશંસા કરાયેલ 2019ની ફિલ્મ ‘Eeb Allay Ooo!માં અભિનય કર્યો હતો અને નેટફ્લિક્સની 2018ની ફિલ્મ ‘સોની’માં મદદનીશ ડિરેક્ટર અને કાસ્ટીંગ ડિરેક્ટર તરીકે કામ કર્યુ હતુ.
BAFTA Breakthroughએ પોતાના અગાઉના સમૂહ માટે વૈશ્વિક સ્તરે દ્વાર ખોલ્યા હતા, જેણએ તેમને જે તે ઉદ્યોગમાં અત્યંત પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી વ્યક્તિઓમાંથી કેટલાક સાથે સ્પેસ શેર કરવામાં મદદ કરી હતીઅને તેમની કુશળતા, જ્ઞાન અને અનુભવોમાંથી તેમની કારકીર્દીને નવા દ્રષ્ટિકોણ સાથે આગળ ધપાવવા માટેનું શિક્ષણ લીધુ હતું.
અભિનેત્રી તાન્યા માણિકતલા પણ ભારતમાં પ્રથમ વર્ષ દરમિયાનના અનેક બ્રેકથ્રુમાંની એક હતી તેણીએ મીરા નાયરની નેટફ્લિક્સની વિક્રમ શેઠની નવલકથા ‘અ સ્યુટેબલ બોય’માં અભિનય કર્યો હતો. પોતાના સંબોધનમાં, તાન્યા માણિકતલાએ જણાવ્યુ હતુ કે, “BAFTA Breakthroughસાથે જોડાવાનો એક અતુલ્ય અનુભવ રહ્યો હતો. તમારા માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે હું આપનો આભાર માનુ છું.”
મ્યુઝિક કંપોઝર અને ડિરેક્ટર આલોકનંદા દાસગુપ્તા પણ 2022ના સમૂહનો એક ભાગ હતા. તેઓ રિચી મહેતા અને આસિફ કાપડીયા જેવા ડિરેક્ટરોની સાથે અભિનેત્રી, હાસ્યકાર અને નિર્માતા ફોબે વોલ બ્રિજ સાથે વાતચીત કરવામાં નસીબવંતા પૂરવાર થયા હતા. હાસ્યકાર સુમુખી સુરેશએ પણ ઉદ્યોગ માંધાતા જેમ કે રત્ના પાઠક શાહ અને બીબીસી કોમેડી કમિશનર એમ્મા લોસનને Breakthrough Programme દ્વારા મળવાની તક મળી હતી.
BAFTAનું શ્રેષ્ઠતાનું વચન તેની પસંદગી પ્રક્રિયામાં દેખાય છે. ઉદ્યોગ નિષ્ણાતોની પ્રતિષ્ઠિત જ્યુરીને તેમના વિવિધ અનુભવ અને સફળ ભૂતકાળને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવી છે, જેઓ BAFTA Breakthrough India માટેની અરજીઓનું મૂલ્યાંકન કરશે.તે બાબત પ્રત્યેક ઉમેદવાની સંભવિતતાઓની વ્યાપક અને શાણપણપૂર્વક મૂલ્યાંકન થય તે સુનિશ્ચિત કરે છે.
BAFTA Breakthrough 2024 આ વર્ષના અંતમાં સમાપ્ત થશે, અનેભારત, US અને UK પ્રદેશોના બ્રેકથ્રુ/શોર્ટલિસ્ટ થયેલા સહભાગીઓની વૈશ્વિક જાહેરાતમાં એક સાથે ઘોષણા કરવામાં આવશે.
અરજીની આવશ્યકતાઓ:
BAFTA એવા ઉમેદવારોની શોધમાં છે જેઓ:
● જેમની ઉંમર 18 વર્ષથી વધુ હોય અથવા અરજી કરતી વેળાએ તેનાથી મોટા હોવા જોઇએ
● મુખ્યત્વે ભારતનો રહેવાસી હોવો જોઇએ
● અંગ્રેજીમાં અસ્ખલિત વાતચીત કરી શકતા હોવા જોઇએ
● ભારતીય ફિલ્મ, ગેમ્સ અથવા ટેલિવીઝન ઉદ્યોગમાં રહેલા એનિમેટર, કોરિયોગ્રાફ**, સિનેમેટોગ્રાફ, કલરીસ્ટસ કંપોઝર, કોશ્ચુમ ડિઝાઇનર, ડિરેક્ટર, એડીટર, ગેમ ડેવલપર, ગેમ ડિરેક્ટર, ગેમ પ્રોડ્યૂસર, હેર/મેક અપ આર્ટિસ્ટ, પર્ફોમર, પ્રેજન્ટર, પ્રોડ્યૂસર, પ્રોડ્યૂસર/ડિરેક્ટર, પ્રોડક્શન ડિઝાઇનર, સિરીઝ ડિરેક્ટર, સિરીઝ પ્રોડ્યૂસર, સાઉન્ડ એડીટર/મિક્સર, લેખક અથવા VFX/3D આર્ટિસ્ટ
**કોરિયોગ્રાફર્સને સ્પષ્ટ રીતે BAFTAના વૈશ્વિક સભ્યપદમાં રજૂ કરવામાં આવતા નથી, ત્યારે અરજદારો Breakthrough પ્રોગ્રામ દ્વારા અરજી કરી શકે છે, જો તેમાં પસંદગી પામશે તો, તેઓ BAFTAના સભ્યપદ અને નેટવર્કમાં પ્રતિબિંબીત તમામ ફિલ્મ, ગેમ્સ અને ટેલિવીઝનમાં જ્ઞાનને વિકસાવવાની અને અન્ય વિભાગો સાથે જોડાયેલા રહેવાની અને ક્રિયેટીવ્સની તક પ્રાપ્ત કરશે.
તેઓ નીચેની બાબતો પણ પ્રાપ્ત કરશે:
● સંબંધિત પ્રાદેશિક ફિલ્મ, ગેમ્સ અથવા ટેલિવીઝન ઉદ્યોગની સંસ્થાનો ભલામણપત્ર
● એવા કાર્યના નમૂના પર અગ્રણી વ્યાવસાયિક ક્રેડિટ કે જે:
○ 1 જૂન 2023થી 1 સપ્ટેમ્બર 2024ની મધ્યમાં ભારતમાં થિયેટ્રીકલી રજૂ થયા હોય (અથવા અરજીના સમયે આવવાની શક્યતા હોય).
○ અથવા 1 જૂન 2023થી 1 સપ્ટેમ્બર 2024ની મધ્યમાં ભારતમાં ટેલિવીઝન ચેનલ અથવા ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારણ થતુ હોય (અથવા અરજીના સમયે આવવાની શક્યતા હોય).
○ અથવા ગેમ્સ માટે 1 જૂન 2023થી 1 સપ્ટેમ્બર 2024ની મધ્યમાં ભારતમાં પબ્લિસિટી ઉપલબ્ધ પ્લેટફોર્મ પર પ્રસિદ્ધ થયા હોય (અથવા અરજીના સમયે આવવાની શક્યતા હોય)
● યુકે પ્રેક્ટિસશનર્સ સાથે તેમની કુશળતાનો સહયોગ કે શેર કરવાની દર્શાવી શકાય તેવી મહત્ત્વાકાંક્ષા હોય અને/અથવા યુકેના પ્રેક્ષકો માટે કન્ટેન્ટ ઉત્પન્ન કરવાના હોય
BAFTA Breakthrough India 2024 માટેની અરજી 7 મે, 2024ના રોજ ખુલી ગઇ છે. પ્રોગ્રામ માટે, પાત્રતાની શરતો અને કેવીરીતે અરજી કરવી તે વિશે જાણવા કૃપા કરીને મુલાકાત લો https://www.bafta.org/supporting-talent/breakthrough/bafta-breakthrough-india.