કતારગામની શ્રી રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી. એન. ગોધાણી ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ-સુરતનું ધોરણ – ૧ર સાયન્સ અને કોમર્સ બંને સ્ટ્રીમમાં 100% રિઝલ્ટ આવ્યું છે.

ગુરુવાર, તા. 09/05/2024 ના રોજ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ રિઝલ્ટમાં સાયન્સમાં 33% સ્ટુડન્ટોએ A1 અને A2 ગ્રેડ મેળવ્યા છે. જ્યારે કોમર્સમાં 65% સ્ટુડન્ટોએ A1 અને A2 ગ્રેડ મેળવ્યા છે.
VNG સ્કૂલ પરિવારના સ્ટુડન્ટોએ ઝળહળતું પરિણામ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે ત્યારે સ્કૂલ ટ્રસ્ટના ચેરમેન અને રાજ્યસભાના સાંસદશ્રી ગોવિંદ ધોળકિયાએ ડેડીકેટેડ સ્ટુડન્ટસ, જાગૃત અને નૉલેજેબલ શિક્ષકો અને વાલીમિત્રોને અભિનંદન પાઠવ્યા છે અને બાળકોના સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.
વિજ્ઞાન પ્રવાહમાં ગોટી એરીક જીગ્નેશભાઈએ ગણિત વિષયમાં ૧૦૦ ગુણ મેળવી A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. અને સામાન્ય પ્રવાહમાં ભાદાણી ચેશા જીતેશભાઈએ SPCC વિષયમાં ૧૦૦ ગુણ તેમ જ વિઠ્ઠાણી વિધિ ધર્મેશભાઈએ વાણિજય સંચાલનમાં ૧૦૦ ગુણ મેળવી A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. જયારે મોદી નીલ કલ્પેશકુમારે આંકડાશાસ્ત્રમાં ૧૦૦ ગુણ મેળવી A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.